VIDEO: ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદે વાતાવરણને શીતળ અને નયન રમ્ય બનાવ્યું , નિષ્ક્રિય ધોધ નવા નીરથી જીવંત થયા
આગ વરસાવતી ગરમી, અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાન
આગ વરસાવતી ગરમી, અસહ્ય બફારા બાદ જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે ચોમાસાની ઋતુનું ગુજરાતમાં ધમાકેદાર આગમન થયું છે. ગુજરાતના ૨૦૦ તાલુકામાં આજે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડયો છે. ડાંગ જિલ્લાની વાત કરીએ તો મેઘરાજાની મહેરથી સાર્વત્રિક વરસાદે વાતાવરણને શીતળ અને ખેતી માટે અનુકૂળ બનાવ્યું છે.
ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થ
ડાંગ જિલ્લાની લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરા નદીઓમાં નવા નીરના આગમનથી આ નદીઓ જીવંત બની છે. વરસાદના પગલે ધરતીપુત્રો ખેતીના કામમાં જોતરાઈ ગયા છે.. નદીમાં નવા નીરની સાથે સાથે અદભુત નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે ડાંગમાં નિષ્ક્રિય ધોધ જીવંત થયા છે








