VIDEO: અમદાવાદમાં ભાજપના પૂર્વ MLAના પુત્રની ચેઈન સ્નેચિંગના ગુનામાં ધરપકડ
અમદાવાદમાં પૂર્વ MLAના પુત્રની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘા

અમદાવાદમાં પૂર્વ MLAના પુત્રની ચેઈન સ્નેચિંગના ગુનામાં ઘાટલોડિયા પોલીસે ધરપકડ કરી છે. આરોપી યુવકે તેની પ્રેમિકા સાથે મોજશોખ કરવાના ખર્ચા કાઢવા માટે ગત 25 જાન્યુઆરીએ મેમનગર ગુરુકુળ પાસે એક મહિલાના ગળામાંથી ચેઈન તોડી લૂંટ કરીને ફરાર થયો હતો.
વૃદ્ધાના ગળામાંથી કટરથી ચેઈન તોડી લૂંટ કરી
અમદાવાદ શહેરમાં ગુરુકળ રોડ, મેમનગર વિસ્તારમાં રાજવી ટાવરમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા 25 જાન્યુઆરીના રોજ ઘરે પરત જતા હતા ત્યારે એક યુવકે પાછળથી આવી વૃદ્ધાના ગળામાં રહેલા સોનાના ચેઈનને કટરથી કાપી લૂંટ કરીને ફરાર થઇ ગયો હતો. લૂંટની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગે ભોગ બનનારે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આરોપી યુવક મધ્યપ્રદેશના પૂર્વ MLAનો પુત્ર નીકળ્યો
પોલીસ ફરિયાદ બાદ CCTV ફૂટેજને આધારે તપાસ કરતા પોલીસે આરોપી પ્રદ્યુમનસિંહ વિજેન્દ્રસિંહ ચંદ્રાવતની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદમાં થલતેજ એરિયામાં જય અંબેનગરમાં રહે છે. આરોપી મ્પ્પ્લ મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના મનાસા તાલુકાના માલાહેડા ગામનો વતની છે. આરોપીન યુવકના પિતા વિજેન્દ્રસિંહ ચંદ્રાવત મધ્યપ્રદેશની મનાસા વિધાનસભા બેઠકના ભાજપના પૂર્વ MLA હોવાનું જાણવા મળ્યું છે.






