મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: અમરાઈવાડીમાંથી 13 વર્ષના બે બાળકો ગાયબ થતાં મચ્યો હોબાળો, પરિવારજનોએ કર્યો હતો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

અમદાવાદના અમરાઈવાડીમાં બે બાળકો અચાનક ગાયબ થયા હતા. આ મામલે ભારે હોબાળો મચ્યો

અમદાવાદ: અમરાઈવાડીમાંથી 13 વર્ષના બે બાળકો ગાયબ થતાં મચ્યો હોબાળો, પરિવારજનોએ કર્યો હતો પોલીસ સ્ટેશનનો ઘેરાવ

 અમદાવાદના અમરાઈવાડીમાં બે બાળકો અચાનક ગાયબ થયા હતા. આ મામલે ભારે હોબાળો મચ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે  અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ઘેરાવો કર્યો હતો.

કૌશિક પરમાર નામનો બાળક ત્રણ દિવસથી ગુમ હતો

મળતા અહેવાલ પ્રમાણે કૌશિક પરમાર નામનો બાળક ત્રણ દિવસથી ગુમ હતો. પરિવારજનનો સહિત અનેક લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ મામલે પરિવારજનોએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.

બાળક ઓઢવ સેલ્ટરહોમમાંથી મળ્યો

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાંથી બે બાળકો ગુમ થવા મામલે ૧૩ વર્ષનો કૌશિક ઓઢવ સેલ્ટર હોમ ખાતેથી મળી આવ્યો હતો.કૌશિક ઘરેથી ચાલતો સેલ્ટર હોમ સુધી પહોચ્યો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે. ગુમ થયેલા બંને બાળકો એકબીજાના મિત્રો હોવાનું સામે આવ્યું છે.અન્ય એક ૧૩ વર્ષીય મિતેશ ભીલની શોધખોળ હાથ ધરાઈ છે.

આ સમાચાર શેર કરો