મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ખોટી આવક દેખાડીને ઝાયડસમાં 32 વાલીઓએ બાળકોને કરાવ્યો પ્રવેશ, તપાસ કરતાં કૌભાંડ ઝડપાયું

અમદાવાદની વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં 32 RTEનાં પ્રવેશ રદ્દ થશે. ઝાયડસ

અમદાવાદ: ખોટી આવક દેખાડીને ઝાયડસમાં 32 વાલીઓએ બાળકોને કરાવ્યો પ્રવેશ, તપાસ કરતાં કૌભાંડ ઝડપાયું

અમદાવાદની વેજલપુરની ઝાયડસ સ્કૂલમાં 32 RTEનાં પ્રવેશ રદ્દ થશે. ઝાયડસ સ્કૂલ દ્વારા અમદાવાદ શહેર DEOને ફરિયાદ કરવામાં આવી હતી,જેમાં સ્કૂલમાં ધોરણ-2થી 8માં અભ્યાસ કરતા 32 જેટલા વાલીઓના આવકના પુરાવા કચેરીને આપવામાં આવ્યા હતા.આ પુરાવામાં વાલીની આવક 1.50 લાખથી વધુ એટલે કે 9 લાખ રૂપિયા સુધીની હતી.

સ્કૂલની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી 

વાલીના 9 લાખ સુધીના ઇન્કમટેક્સ રિટર્ન હોવા છતાં વાલીએ પોતાની આવક 1.50 લાખ જ બતાવીને પ્રવેશ મેળવ્યો હતો. આ અંગે DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. જેમાં વાલીઓના ઇન્કમટેક્સ રિટર્ન 9 લાખ રૂપિયા સુધીના હતા.

 વાલીઓએ પણ આવક વધુ હોવાની કબૂલાત કરી

વાલીઓને રૂબરૂ બોલાવીને પણ કહેવામાં આવ્યું હતું ત્યારે વાલીઓએ પણ આવક વધુ હોવાની કબૂલાત કરી છે. જેથી, આ વર્ષનો અભ્યાસ પૂરો થાય તે બાદ 32 વિદ્યાર્થીઓનો RTE હેઠળ અભ્યાસ થઈ શકશે નહીં.તેઓ આગળનો અભ્યાસ આ સ્કૂલમાં કરવા ઈચ્છતા હોય તો તેમને સામાન્ય વિદ્યાર્થીની જેમ ફી ભરીને અભ્યાસ કરવો પડશે.

આ સમાચાર શેર કરો