મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: થરાદમાં 2 મહિના બાદ પણ પૂરના પાણી નથી ઓસર્યા, દોઢ ફૂટ પાણીમાંથી ભૂલકાઓ શાળાએ જવા મજબૂર

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. બનાસકાંઠાના થરાદના સરહદી વિસ્તારોમાં પૂ

ગુજરાતના બનાસકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે.  બનાસકાંઠાના થરાદના સરહદી વિસ્તારોમાં પૂરના પાણીની સમસ્યા હજુ પણ યથાવત છે. બે મહિનાથી પાણીનો નિકાલ ન થતાં, રસ્તાઓ પર હજી પણ એકથી બે ફૂટ પાણી ભરાયેલા છે.વાવના ભાટવરથી ડેડાવા રોડ પર દિવાળી વેકેશન ખુલતાં જ શાળાએ જતા બાળકોને આ વરસાદી પાણીમાંથી ચાલવા મજબૂર થવું પડી રહ્યું છે.

આ દયનીય દ્રશ્યોના વીડિયો વાલીઓએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા

આ દયનીય દ્રશ્યોના વીડિયો વાલીઓએ ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે. તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો