VIDEO: જૂનાગઢના પીપલાણા ગામનો આફતનો આકાશી નજારો, ચારેકોર પાણી જ પાણી
ગુજરાતમાં ચોમાસુ ચારેકોર જામ્યુ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા હોય તેમ માણાવદર તાલુકામ

ગુજરાતમાં ચોમાસુ ચારેકોર જામ્યુ છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા હોય તેમ માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે માણાવદર તાલુકાના પીપલાણા ગામ બેટમાં ફેરવાયું છે. પરિણામે ખેતરો, ઘરો અને માર્ગોમાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે. જેના ડ્રોન દૃશ્યો સામે આવ્યાં છે.
જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 15 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. માણાવદર તાલુકામાં સૌથી વધુ 16 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વંથલીમાં 14 ઈંચ, વિસાવદરમાં 13.5 ઈંચ, કેશોદમાં 10 ઈંચ, મેંદરડામાં 7.5 ઈંચ, માળિયા હાટીના, ભેંસાણમાં 6.5 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢ કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી કે, 'કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો. ભારે વરસાદની પરિસ્થિતિમાં નદી-નાળાઓમાં નાહવા ન જવા માટે નમ્ર વિનંતિ છે.'
દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું
ગિરનારમાં વધુ વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું હતું. સોમવારે મોડી રાતથી જ પડેલા વરસાદના કારણે સોનરખ નદી ગાંડતૂર થઈ હતી. નદી નાડાઓ છલકાયા તો ગિરનાર નજીક આવેલો વિલીનગ્ડંન ડેમ છલકાયો હતો. બીજીતરફ મુશળધાર વરસાદ વચ્ચે પણ યાત્રાળુઓને ગિરનાર પર્વત પહોંચ્યા હતા.








