મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સુઇગામમાં આવ્યું પૂર; 17થી વધુ ગામો સંપર્કવિહોણા, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

બનાસકાંઠા જિલ્લાનું સુઇગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે. ગામડાંઓ પાણીમાં ઘેરાઈ ગયા

બનાસકાંઠા જિલ્લાનું સુઇગામ આ વખતે પૂરની ભયંકર ઝપેટમાં આવ્યું છે. ગામડાંઓ પાણીમાં ઘેરાઈ ગયા છે, ખેતરો ડૂબી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ ડ્રોન શોટ્સ સ્પષ્ટ દર્શાવે છે કે, હાલની સ્થિતિ કેટલી ગંભીર છે.

બનાસકાંઠાના સુઇગામ અને આસપાસના 17 ગામોમાં પૂરનું પ્રચંડ પાણી ઘુસી આવ્યું છે. ચારે બાજુ પાણીનો દરિયો ફેલાયો છે અને રસ્તાઓ તૂટતાં ઘણા ગામોનો સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો છે. ડ્રોન તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, જ્યાં પહેલાં ખેતરો અને ઘરો હતા, ત્યાં હવે પાણી જ પાણી છે. ગામના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે અને ઢોરધન પણ પૂરનાં પાણીમાં ફસાયેલા જોવા મળે છે. રાહત અને બચાવ કાર્ય SDRF અને વહીવટીતંત્રની ટીમો દ્વારા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. બોટ અને મશીનોની મદદથી લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ પરિસ્થિતિ હજી પણ ગંભીર બની રહી છે.

આ સમાચાર શેર કરો