મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની એક સાથે પાંચ ઘટના, ફાયર બ્રિગેડના ફોન રણકતા રહ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આગ લાગવાની એક સાથે પાંચ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે આગ લાગવાની એક સાથે પાંચ ગંભીર ઘટનાઓ બનતા ફાયર બ્રિગેડ દોડતુ થયું હતું. રાજકોટ-અમદાવાદ હાઈવે પર વડોદ નજીક ગેસ પાઈપલાઈન ફાટતા ભયાનક આગ લાગી હતી, જ્યારે કલેક્ટર કચેરીમાં શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી.

આ ઉપરાંત, શહેરની સરદાર સોસાયટીમાં રાખેલા સામાનમાં, તોરણીયા લીમડી પાસે સબ સ્ટેશનમાં સંગ્રહિત ઘાસચારામાં અને મૂળચંદ ગામના ખેતરમાં પણ આગ લાગતા મોટું નુકસાન થયું છે. ગરમીના વધતા પારા વચ્ચે આગના બનાવો વધતા સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની તમામ ટીમો આગ બુઝાવવાની કામગીરીમાં સતત વ્યસ્ત જોવા મળી હતી.

આ સમાચાર શેર કરો