મુખ્ય સામગ્રી પર જાઓ
વિશ્વ

કેનેડામાં કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ફાયરિંગ, 3 દિવસ પહેલા જ થયું હતું ઓપનિંગ

કોમેડિયન કપિલ શર્માને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કપિલ શર્માના કેનેડાના કેફે પર ફાયરિંગની ઘટના બની છે. કપિલ શર્માન

કોમેડિયન કપિલ શર્માને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કપિલ શર્માના કેનેડાના કેફે પર ફાયરિંગની ઘટના બની છે. કપિલ શર્માનો આ રેસ્ટોરન્ટ ત્રણ દિવસ પહેલા જ ખુલ્યું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં એક માણસ રાત્રે કેફેની બારીમાંથી ફાયરિંગ કરતો જોવા મળે છે. શખ્સ કારમાં છે અને ત્યાથી વીડિયો પણ બનાવી રહ્યો છે.

કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર ફાયરિંગ

મળતી માહિતી અનુસાર, કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં "Caps Café" નામથી એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કહેવામાં આવે છે કે શૂટરોએ આ કેફે પર કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું છે.આટલું જ નહીં, કેફેની આસપાસ બનેલા રહેણાક ઘરોની દિવાલો પર પણ ગોળીના નિશાન જોવા મળ્યા છે. સ્થાનિક પોલીસ તરફથી કેફેની બહાર રહેલા CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. ફોરેન્સિક ટીમે ગોળી પણ જપ્ત કરી છે.

જોકે, આ ફાયરિંગમાં કોઇના ઘાયલ થવાના સમાચાર નથી પરંતુ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. આ ઘટના જાણી જોઇને કરવામાં આવી કે પછી કોઇ ગેન્ગવોર કે વ્યક્તિગત ષડયંત્રનું પરિણામ છે તે તપાસ કરવામાં આવી રહી છે.હુમલાખોર કોણ હતા તેની પણ જાણકારી મળી નથી. 

આ સમાચાર શેર કરો