Video: હિંમતનગર-વિજાપુર હાઇવે પર ઇકો ગાડીમાં લાગી આગ
હિંમતનગર-વિજાપુર હાઇવે પર પોલાદપુર પાટિયા નજીક આરટીઓથી વિજાપુર જતી એક પેસેન્જર ઇકો ગાડીમાં અચાનક આગ લાગવા
હિંમતનગર-વિજાપુર હાઇવે પર પોલાદપુર પાટિયા નજીક આરટીઓથી વિજાપુર જતી એક પેસેન્જર ઇકો ગાડીમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી . ઘટનાને પગલે હાઇવેનો એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો હતો. સ્થાનિક લોકો અને પોલીસને જાણ થતાં હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઇટર્સ અને ગ્રામ્ય પોલીસની સંયુક્ત કામગીરીથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગ્રામ્ય પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.








