મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાલુપુરમાં ચોખાબજાર પાસે BRTSમાં આગ લાગી, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે આજે વહેલી સવારે BRTSમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ બસમાં

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં ચોખાબજાર પાસે આજે વહેલી સવારે BRTSમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચાલુ બસમાં ધુમાડો થતાં ડ્રાઇવરે તાત્કાલિક બસને રોકી તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતાં. એકાએક આ ધુમાડો આગમાં ફેરવાઈ જતાં, તુરંત ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.

ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે  જાનહાનિ ટળી

જોકે, ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે  જાનહાનિ ટળી હતી. બસમાં આગ લાગવાના કારણે પ્રેમ દરવાથીથી દરિયાપુર તરફનો રસ્તો 30 મિનિટ સુધી બંધ કરવો પડ્યો હતો.

ઘટનાની જાણકારી મળતાં ફાયરની ત્રણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

જોકે, આ દરમિયાન આગ એકાએક વધવા લાગી હતી. ત્યારે ડ્રાઈવરે ફાયર એકસ્ટિંગવીશરથી જાતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડ્રાઈવરની આ મહેનત નિષ્ફળ ગઈ અને આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આગને વધતી જોતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો. ઘટનાની જાણકારી મળતાં ફાયરની ત્રણ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ અન્ય કોઈ જગ્યાએ પ્રસરે તે પહેલાં જ ફાયરના અધિકારીઓએ આગમાં કાબૂ મેળવી લીધો હતો.

આ સમાચાર શેર કરો