VIDEO:સુરતમાં ભારે વરસાદની સ્થિતિમાં ખાડી પૂરની સ્થિતિ પહોંચી વળવા ફાયરબ્રિગેડ સજ્જ
સુરતમાં ભારે વરસાદની સ્થિતિમાં ખાડી પૂરની સ્થિતિ વારંવાર સર્જાઈ જતી હોય છે. ત્યારે પ

સુરતમાં ભારે વરસાદની સ્થિતિમાં ખાડી પૂરની સ્થિતિ વારંવાર સર્જાઈ જતી હોય છે. ત્યારે પૂરના સંકટનું જોખમ લટકતું રહેતું હોવાથી ફાયરબ્રિગેડ પણ આ વખતે સજ્જ થયું છે. હાલ વરસાદ વરસી રહ્યો છે. આગાહી પણ કરાઈ છે. ત્યારે ફાયરબ્રિગેડ દ્વારા બોટ સહિતના રેસ્કયુના સાધનોને તૈયાર કરવામાં આવ્યાં છે.
સાધનો સજ્જ કરાયા
ફાયરબ્રિગેડના પંદર જેટલા ફાયર સ્ટેશનમાં કામગીરી કરવા માટેના સાધનો તૈયાર કરવામાં આવી રહ્યાં છે. વેચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ટ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી જતી હોય છે. ચોમાસુ શરૂ થતા ની સાથે જ શહેરના તમામ વિસ્તારમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનમાં તમામ સાધનો ઉપલબ્ધ કરાવી દેવામાં આવ્યા છે.
250 તરવૈયા તૈયાર
ચોમાસા દરમિયાન પવન ફૂંકાવવાને કારણે રસ્તાઓ ઉપર ઝાડ પડવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે લોકોને સ્થળાંતરિત પણ કરવા પડે છે. જેથી 33 પાવર ચેઈન શો મશીન, 17 પેટ્રોલ ચેઈન શો મશીન, 15 રબર બોટ,17 ટ્વીન બોટ,527 લાઈફ જેકેટ,587 રીંગબોયા,03 ડી વોટરીંગ પંપ જેવા સાધનો તૈયાર કરી દેવામાં આવ્યા છે.તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. 250 જેટલા તરવૈયાઓ છે. જે સારી રીતે રેસ્ક્યુની કામગીરી કરી શકે તેવા છે.








