Video: વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં લાગી આગ, મુસાફરોના જીવ અદ્ધર
અમદાવાદ-મુંબઈ રેલમાર્ગ પર વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગતા
અમદાવાદ-મુંબઈ રેલમાર્ગ પર વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ લાગતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. જો કે સમયસૂચકતા વાપરી લોકો પાયલોટે ટ્રેનને રોકી દેતા મોટી દુર્ઘટના ટળી હતી.
મુંબઈથી અમદાવાદ આવનારી ટ્રેનો મોડી પડે તેવી શક્યતા
અમદાવાદ-મુંબઈના અતિ વ્યસ્ત રેલ માર્ગ પર મુંબઈથી આવી રહેલી વલસાડ ફાસ્ટ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગી હતી. મહારાષ્ટ્રના કેળવે સ્ટેશન પર ગાડી આવ્યા બાદ એન્જિનમાં આગ જોવા મળી હતી. આગ લાગ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા મુસાફરોના જીવ અધ્ધર થયા હતા. આ બનાવથી મુંબઈ અમદાવાદ રૂટ પર અન્ય ટ્રેનો પર અસર થઇ છે અને મુંબઈથી અમદાવાદ આવનારી ટ્રેનો મોડી પડે તેવી શક્યતા છે.







