મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ઉમરગામની પ્લાસ્ટિક કંપનીમાં લાગેલી આગે ભારે વિનાશ વેર્યો, લાખોનો માલ બળીને ખાક

ઉમરગામ તાલુકાના તુંબ વનકાસ ગામે લુક્રો પ્લાસ્ટિક સાઇકલ કંપનીમાં લાગેલી આગ પર ફાયર બ્ર

ઉમરગામ તાલુકાના તુંબ વનકાસ ગામે લુક્રો પ્લાસ્ટિક સાઇકલ કંપનીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો હતો. હવે જથ્થાબંધ રો-મટિરિયલ નીચે લાગી રહેલી નાની આગ ઓલવવી તે ફાયર વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. 

રો-મટિરિયલ નીચે લાગી રહેલી નાની આગ ઓલવવાનો પ્રયાસ 

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના તુંબ વનકાસ ગામે આવેલી લુક્રો પ્લાસ્ટિક સાઇકલ નામની એક કંપનીમાં ગઈકાલે બપોરે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભીષણ હતી કે બાર ફાયર ફાઇટરો અને આખી રાત પાણીનો મારો ચલાવવા છતાં આખું યુનિટ બળીને ખાક થઈ ગયું છે. જોકે, મુખ્ય આગ પર કાબૂ મેળવી લેવાયો છે. હવે જથ્થાબંધ રો-મટિરિયલની નીચે લાગી રહેલી નાની આગ ઓલવવી તે ફાયર વિભાગ માટે માથાનો દુખાવો બની ગઈ છે. હજી પણ ત્રણ ફાયરની ગાડીઓ છેલ્લી બચેલી આગને ઠંડી પાડવાની કામગીરી કરી રહી છે.

આ સમાચાર શેર કરો