VIDEO: રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં લાગી આગ, સંચાલક જયદીપસિંહે ઘટના ઢાંકવાનો કર્યો પ્રયાસ
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો
રાજકોટના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. ગેમઝોનના સંચાલક જયદીપસિંહે ઘટના ઢાંકવાનો પ્રયાસ કર્યો છે.
શોર્ટ સર્કિટના કારણે લાગી આગ
શોર્ટ સર્કિટ નહિ સ્મોક ડિટેક્ટરમાં ધૂળ આવી જતા હુટર વાગ્યુ હોવાનું રટણ કર્યું છે. ગેમઝોનમાં બાળકને લઈને રમવા આવેલા કશ્યપ પંચોલીએ કહ્યું, તણખા જરતા ધુમાળો નીકળો હતો અને નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનાએ લોકોને TRP ગેમઝોનની યાદ તાજી કરાવી દીધી.
આગ લાગવાના CCTV ફૂટેજ આવ્યા સામે
નાના બાળકોની સાથે ગેમઝોનમાં રવિવાર એન્જોય કરવા આવ્યા હતા. પરંતુ આજની ઘટના બાદ બાળકો અને પરિવારમાં ગેમઝોનને લઈને ડર બેસી ગયો છે. ફન બ્લાસ્ટ ગેમઝોનમાં આગ લાગવાના CCTV ફૂટેજ આવ્યા સામે. શોર્ટ સર્કિટ થતા તણખા જરતા આગ લાગી હતી. 8 જેટલા ફાયર ઇન્સ્ટિગ્યુશર દ્વારા ગેમઝોનના ફાયરમેનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. ફન બ્લાસ્ટ ગેમઝોન રોલેક્સ રિંગના માલીક મનીષ માઢેકાનું છે.











