VIDEO: ભરૂચની સાયખા GIDCની વિશાલ ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ, એક કર્મચારીનું મોત, 24 કામદારો ઈજાગ્રસ્ત
ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભરૂચની સાયખા GIDC વિસ્તારમા
ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ભરૂચની સાયખા GIDC વિસ્તારમાં મોડી રાત્રે વિશાલ ફાર્મા કંપનીમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી.
એક કર્મચારીનું મોત
આ દુર્ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે, જ્યારે 24 કામદારો ઈજાગ્રસ્ત થયા છે. ફાયર બ્રિગેડની અનેક ટીમોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. તો બીજી તરફ મોતનો આંકડો વધે તેવી શક્યતાઓ પણ વધી છે. મૃતક કર્મચારીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છએ.
ઘટનામાં એક કર્મચારીનું મોત થયું છે જ્યારે 24 કામદારો ઈજાગ્રસ્ત
વિસ્ફોટનો ધડાકો એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારના લોકોમાં દહેશત ફેલાઈ હતી. લોકોમાં નાસભાગ મચી હતી. ઉલ્લેખનીય છે કે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પોલીસ અને ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગની ટીમ પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ રાસાયણિક રિએક્શનના કારણે વિસ્ફોટ થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.











