VIDEO: નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે મારામારી, કોંગી ઉમેદવારે કર્યો આ આક્ષેપ
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસ ઉમેદવાર
નવસારી મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. કોંગ્રેસ ઉમેદવાર પ્રમોદ રાઠોડની દીકરી સાથે ભાજપના આગેવાન દ્વારા અયોગ્ય ભાષાનો ઉપયોગ થતા મામલો બિચક્યો હોવાનો આક્ષેપ થયો છે. મતદાન મથક ખાતે બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ હતી.
આક્ષેપ છે કે પ્રમોદ રાઠોડે ભાજપના આગેવાન અમૃત પટેલને તમાચો માર્યો, જ્યારે બાદમાં સુરેશ શેઠ સાથે પણ માથાકૂટ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લીધી. બંને પક્ષે સામસામે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.







