મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સાબરકાંઠામાં પોલીસ નેમપ્લેટવાળી કાર ઝાડ સાથે અથડાતાં વળ્યો કચ્ચરઘાણ, બેના મોત 

સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર રેલ્વે ફાટક પાસે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા

સાબરકાંઠાના વડાલી ખેડબ્રહ્મા હાઈવે પર રેલ્વે ફાટક પાસે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પોલીસની નેમ પ્લેટ વાળી ખાનગી કાર ઝાડ સાથે અથડાતાં બે લોકોનાં મોત થયા હતા. એક વ્યકિત ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

આ પણ વાંચોઃ VIDEO: અમદાવાદમાં FD પર TDS મુદ્દે ગ્રાહકે કરી બબાલ, બેંક મેનેજરને ધોઈ નાંખ્યો

જણાવી દઈએ કે, મૃતકો મૂળ બનાસકાંઠાના હોવાનું સામે આવ્યું છે. ગાડીમાં સવાર ત્રણમાંથી એકેય વ્યક્તિ પોલીસ વિભાગમાં નોકરી કરતા નહોતા છતાં ગાડીમાં પોલીસ નેઈમ પ્લેટ હતી. ઝાડ સાથે કાર અથડાવા પાછળનું રહસ્ય પણ અકબંધ છે. બે લોકોના મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે.

આ સમાચાર શેર કરો