VIDEO: અમદાવાદમાં FD પર TDS મુદ્દે ગ્રાહકે કરી બબાલ, બેંક મેનેજરને ધોઈ નાંખ્યો
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત બેંકમાં મારામારીની ઘટનાનો વિડિઓ વાયરલ થયો છે. બે
અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં આવેલી પ્રખ્યાત બેંકમાં મારામારીની ઘટનાનો વિડિઓ વાયરલ થયો છે. બેંક ગ્રાહકે બધાની વચ્ચે બેંક મેનેજર સાથે બબાલ કરી મારામારી કરી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ ગોલ્ડ સ્મગલિંગનું બન્યું હબ, 8 મહિનામાં જ 42 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું
જણાવી દઈએ કે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી યુનિયન બેંકમાં આવેલા ગ્રાહકે મેનેજર સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. જયમન રાવલ નામના વ્યક્તિએ બેન્ક મેનેજર મારામારી કરી હતી. ગ્રાહકને Fd પર વધારેલા TDS ટેક્સને લઈને બેંક મેનેજર સાથે તકરાર થઈ હતી. આ ઘટના અંગે બેંક મેનેજરની ફરિયાદના આધારે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.




