VIDEO: એમ.એસ. યુનિમાં યોજાયો ફેશન શો, રેમ્પવોકમાં પ્રિન્ટેડ-પેઈન્ટેડ ટેક્સટાઈલ્સ સર્જનશીલતા દર્શાવી
વડોદરા ની એમ.એસ યુનિવર્સિટીની ટેક્સટાઇલ અને એપેરલ ડિઝાઇનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ડિઝાઈનર વસ્
વડોદરા ની એમ.એસ યુનિવર્સિટીની ટેક્સટાઇલ અને એપેરલ ડિઝાઇનના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ ડિઝાઈનર વસ્ત્રો ફેશન શો કાઈરોસ 2025 યોજાયો હતો. જેમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓએ ડિઝાઇન કરેલા આધુનિક વસ્ત્રોને 11 સિક્વન્સમાં વિદ્યાર્થીઓ અને મોડલોએ પહેરીને રેમ્પ વોક કર્યું હતું. જણાવી દઈએ કે, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્જ એન્જિનીયરીંગની કલાભવન બિલ્ડીંગ ખાતે એન્યુઅલ ફેશન શૉ કાઈરૉસ યોજાયો હતો.
ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્જ એન્જિનીયરીંગની કલાભવન બિલ્ડીંગ ખાતે એન્યુઅલ ફેશન શૉ કાઈરૉસમાં અંતિમ વર્ષના ૩૬ ડિઝાઈનર્સએ ડિઝાઈન કરેલાં પ્રાચીન કળાને આધુનિકતા સાથે જોડીને બનાવેલ સર્જનાત્મક વસ્ત્રો ને 11સિકવન્સમાં 40 મૉડેલ્સે ધારણ કરી મનમોહક અદામાં રેમ્પ વોક કર્યું હતું. ફૅશન શોમાં વિદ્યાર્થીઓ દ્વારા ભારતની પ્રિન્ટેડ અને પેઈન્ટેડ ટેક્સટાઈલ્સ પર આધારિત સર્જનશીલતા, ટકાઉપણું અને ભવ્યતાને ઉજાગર કરતાં આઉટફિટસ્ રજુ કર્યા હતા.
આ ફેશન શોમાં માતાની પછેડી કલાની પીપડ બ્લોક પ્રિન્ટ અને આધુનિક ડિઝાઈનનો સમન્વય, કચ્છની બ્લોક પ્રિન્ટ, પરંપરાગત બાલોત્રા હસ્તકલાથી પ્રેરિત, સ્ત્રી સશક્તિકરણ પર આધારિત પિછવાઈ પેઈન્ટિગ્સથી પ્રેરિત કલેક્શન, ગોઆન સંસ્કૃતિથી પ્રેરિત અઝુલેજોસ ટાઇલ્સ (બ્લોક પ્રિન્ટેડ કાપડ)થી પ્રેરિત વિવિધ સિલુએટ્સનો સંગ્રહ, રાજસ્થાનના આઈનાકારી હસ્તકલાથી પ્રેરિત, તિબેટિયન થાંગકા આર્ટ અને આધુનિક ફેશન દર્શાવી હતી.



