મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં બેફામ સિટી બસ ચાલકે એક્ટિવા અડફેટે લીધું,મહિલા ચાલક ગંભીર રીતે ઘાયલ

ગુજરાતના રસ્તાઓ પર અકસ્માતની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં સત્

ગુજરાતના રસ્તાઓ પર અકસ્માતની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે. રાજકોટમાં બજરંગવાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીક સિટી બસ અને ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ અકસ્માતના CCTV સામે આવ્યા છે. આ અકસ્માત અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં બજરંગ વાડી વિસ્તારમાં સત્યપ્રકાશ સ્કૂલ નજીક ચાર રસ્તા પાસે પસાર થઈ રહેલી મહિલા એક્ટિવા ચાલકને ચાર રસ્તા ઉપર ઓવર સ્પિડે આવી રહેલી સિટી બસે ટક્કર મારી હતી. બસની ટક્કર એટલી ભયંકર હતી કે મહિલા 10 ફૂટ દૂર ઉછળીને પછડાઈ હતી. જ્યારે એક્ટિવા બસ નીચે આવી જતા કચ્ચરઘાણ વળી ગયો હતો.  

આ સમાચાર શેર કરો