VIDEO: ઉપલેટામાં અસામાજિક તત્ત્વોના આતંકથી લોકોમાં રોષ, આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બનેલી મારામારીની અને આવારા તત્વોના આતંકની ઘટનાને લઈને ઉપલેટામાં

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં બનેલી મારામારીની અને આવારા તત્વોના આતંકની ઘટનાને લઈને ઉપલેટામાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ છે. જણાવી દઈએ કે, રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને શાહરૂખ નોઈડા સંધી નામના શખ્સે જાહેરમાં દરેક લોકોને બિભત્સ ગાળો ભાંડીને આતંક મચાવ્યો હતો. અબુ ઉર્ફે મિયાણો નામના શખ્સે 'હું ઉપલેટાનો બાપ છું' નો વાણીવિલાસ કરીને કોને ઝગડવું છે. એવું કહીને છરી લઈને આંતક મચાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ તેનું સરઘસ કાઢવાની માંગ કરી હતી.
ઉપસ્થિત ટોળાને ઉપલેટા ડીવાયએસપી,એલસીબી સહિતના પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ સમસ્ત હિન્દુ સમાજે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી. જાહેરમાં છરી સાથે ગાળાગાળી કરનારા આરોપીનું જાહેર સરઘસ કાઢવા માટે લોકોની માંગ સામે પોલીસ અધિકારીઓએ સમજાવટ અને આરોપીને ઘટના સ્થળે પંચનામુ કરવા માટે લાવવાની ખાત્રી આપ્યા બાદ લોકોના ટોળા વિખેરાયા હતા.
ઉપલેટામાં હિન્દુ મુસ્લિમ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની બાબતે શહેરના મુખ્ય ચોકમાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થયા છે. આવારા તત્ત્વોના આતંકની લઈને રાત્રે લોકોના ટોળા એકઠા થતા ડિબીઝનની પોલીસ દોડી આવી હતી. મોડી રાત્રે ગામના લોકો આવારા તત્વોના આતંક અને દાદાગીરી સામે કાર્યવાહી કરવાની માંગ સાથે એકત્ર થયા હતા. પોલીસે કાર્યવાહીની ખાત્રી આપ્ચા છતાં આજે ફરીથી લોકો એકત્ર થયા છે.
રાજકોટના ઉપલેટામાં પોલીસનો કોઈ જાતનો ડર રહ્યો ના હોય તેમ રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને શાહરૂખ નોઈડા સંધી નામના શખ્સે જાહેરમાં દરેક લોકોને બિભત્સ ગાળો ભાંડીને આતંક મચાવ્યો હતો. અબુ ઉર્ફે મિયાણો નામના શખ્સે 'હું ઉપલેટાનો બાપ છું' નો વાણીવિલાસ કરીને કોને ઝગડવું છે. એવું કહીને છરી લઈને આંતક મચાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જાહેર માર્ગ બાપુના બાવલા ચોકમાં આરોપીએ ધમાલ મચાવીને લોકોને ગાળો ભાંડી હતી.પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ જાહેરમાં લુખ્ખાના આંતકને લઈને બાવલા ચોકમાં મોડી રાત્રે 3થી 4 હજાર લોકો એકઠા થયા હતા. પોલીસે સમજાવટ કરીને લોકોને છૂટા પાડ્યા હતા. એ પછી સવારે ફરીથી 3થી 4 હજાર લોકોનું ટોળું એકત્ર થયું હતું. સમગ્ર ઉપલેટાને બંધ રાખવાનું આહ્વાન કરાયું હતું. આ સાથે આરોપીનું જાહેર સરઘસ કાઢવાની પણ લોકોએ માંગ કરી હતી. હાલ ઉપલેટા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દવાયો હોવાનું પણ સામે આવ્યું છે








