મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'હું ઉપલેટાનો બાપ છું, કોને ઝઘડવું છે?', ખુલ્લી છરી સાથે લુખ્ખાનો બેફામ આતંક

રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્ત્વનો આંતક જોવા મળ્યો છે. પોલીસનો કોઈ જાતનો ડર રહ્યો ના હોય તેમ રાજકોટન

રાજકોટના ઉપલેટામાં લુખ્ખા તત્ત્વનો આંતક જોવા મળ્યો છે. પોલીસનો કોઈ જાતનો ડર રહ્યો ના હોય તેમ રાજકોટના ઉપલેટામાં રીક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરીને શાહરૂખ નોઈડા સંધી નામના શખ્સે જાહેરમાં દરેક લોકોને બિભત્સ ગાળો ભાંડીને આતંક મચાવ્યો હતો. અબુ ઉર્ફે મિયાણો નામના શખ્સે ઉપલેટાનો બાપ છું નો વાણી વિલાસ કરીને કોને ઝગડવું છે. એવું કહીને છરી લઈને આંતક મચાવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. 

રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જાહેર માર્ગ બાપુના બાવલા ચોકમાં આરોપીએ ધમાલ મચાવીને લોકોને ગાળો ભાંડી હતી.પોલીસનો કોઈ ખોફ ના હોય તેમ જાહેરમાં લુખ્ખાના આંતકને લઈને બાવલા ચોકમાં 3થી 4 હજાર લોકો એકઠા થયા હતા. ઉપલેટા ડીવાયએસપી,એલસીબી સહિતના પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ સમસ્ત હિન્દુ સમાજે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવાની માંગ કરી હતી. 

જાહેરમાં છરી સાથે ગાળાગાળી કરનારા આરોપીનું જાહેર સરઘસ કાઢવા માટે લોકોની માંગ સામે પોલીસ અધિકારીઓએ સમજાવટ અને આરોપીને ઘટના સ્થળે પંચનામુ કરવા માટે લાવવાની ખાત્રી આપ્યા બાદ લોકોના ટોળા વિખેરાયા હતા. 

આ સમાચાર શેર કરો