VIDEO: જોરાવરનગરમાં મુખ્ય બજારમાં ચોરોએ તિજોરી સાફ કરી, બંધ મકાનમાં આપ્યો ઘટનાને અંજામ
SURENDRANAGAR: જોરાવરનગરમાં મુખ્ય બજારમાં તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મકાન માલ
SURENDRANAGAR: જોરાવરનગરમાં મુખ્ય બજારમાં તસ્કરોએ ઘરના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. મકાન માલિક લગ્ન પ્રસંગે બહારગામ જતાં ચોરોએ ઘરમાં હાથફેરો કરીને 1 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના સહિત રોકડની ચોરી કરી હતી. આ ચોરીની ઘટનાનો વિડિયો સામે આવ્યો છે. ઘરમાં સામાન રફેદફે કરી નાંખ્યો છે.
જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરના જોરાવર નગર ખાતે નિવૃત સરકારી કર્મચારીનો પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગામ ગયો હતો. આ દરમિયાન ચોરોએ ઘરના તાળા તોડી તિજોરીમાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ચોરોએ તિજોરીમાં રાખેલા રૂપિયા 80 હજાર રોકડા અને સોના ચાંદીના ઘરેણા સહિત રૂપિયા 1.06 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા છે. મકાન માલિકે ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા.

