મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: જામનગરમાં યુવતી કપડાં ચોરીને સ્કૂટર પર ફરાર, રમૂજી વીડિયો વાયરલ

જામનગરના રામેશ્વરનગર વિનાયક પાર્ક, ગરબી ચોકમાં કપડાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. જ

જામનગરના રામેશ્વરનગર વિનાયક પાર્ક, ગરબી ચોકમાં કપડાં ચોરીની અનોખી ઘટના સામે આવી છે. જેમા સ્કૂટરમાં આવેલી સંસ્કારી યુવતી શેરીમાં રેકી કર્યા બાદ ઘરની બહાર સૂકવેલા કપડાંની ચોરી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર જાગી છે. સમગ્ર ઘટના મકાનની બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થતા યુવતી મુશ્કેલીમાં મુકાઇ છે. 

જામનગરના રામેશ્વર નગર પાછળ આવેલા વિનાયક પાર્કમાં બુધવારે સાંજે ચોરીની એક અનોખી ઘટના સામે આવી હતી. જેમાં સંસ્કારી યુવતી સ્કૂટર પર આવી શેરીમાં રેકી કર્યા બાદ ઘરની બહાર સુકવેલા કપડાંની ચોરી કરી ભાગવા જતા પાડોશીઓએ બુમાબુમ કરતા યુવતી પલાયન થઈ ગઈ હતી. જે સમગ્ર ઘટના મકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થતાં ભારે ચકચાર જાગી હતી. 


મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને મોડી રાત્રે યુવતીની ઓળખ થઇ હતી. યુવતી બાજુની શેરીમાં ભાડેના મકાનમાં રહેતી હોવાનું જાણવા મળતા પાડોશી મહિલાઓનું ટોળુ એકઠુ  થઈ યુવતીના ઘરે પહોચ્યું હતું. યુવતીએ કપડાં ચોરીની કબૂલાત કરી કપડાં પરત કર્યા હતા. મકાન માલિકે મકાન ખાલી કરાવવાની બાહેધરી લેતા તેની મધ્યસ્થી મામલો થાળે પડ્યો હતો. હાલ તો યુવતી ચોરી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે રમૂજી ફેલાઈ હતી

આ સમાચાર શેર કરો