મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બાજરીના ડૂંડામાં દાણાને બદલે રૂંછા નીકળ્યા, કંપનીનો ટોલ ફ્રી નંબર પણ બંધ

ઠાસરા તાલુકાના જેસપુરા ગામ સહિત આસપાસના ખેડૂતો હાલમાં ભારે નારાજ છે.તેમણે આક્ષેપ કર્યો છે..

ઠાસરા તાલુકાના જેસપુરા ગામ સહિત આસપાસના ખેડૂતો હાલમાં ભારે નારાજ છે.તેમણે આક્ષેપ કર્યો છે..કે તેઓએ બજારથી ખરીદેલું બાજરીનું બિયારણ રોપ્યું, પરંતુ પેદા થયેલા પાકમાં બાજરીનાં ડુંડામાં દાણા ના બેઠા, પરંતુ ડૂંડામાં રૂંછા જોવા મળ્યા. દાણાના બદલે રૂંછા આવતા અનેક ખેડૂતો પરેશાન થયા છે. અને બિયારણ જ્યાંથી ખરીદ્યું તે દુકાનદાર પાસે રજૂઆત પણ કરી.

ડૂંડામાં દાણાનો ભરાવો થવાના બદલે રૂંછા જોવા મળ્યા 

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેસપુરા ગામે ઘણાં ખેડૂતોએ ઉનાળુ બાજરીનું વાવેતર કર્યું હતું. પરંતુ વાવેતર કરેલી બાજરીના ડૂંડામાં દાણાનો ભરાવો થવાના બદલે રૂંછા જોવા મળ્યા હતા. આ મામલે ખેડૂતોએ દુકાન દ્વારને રજૂઆત પણ કરી હતી. જોકે પરિણામ શૂન્ય મળ્યું છે. 

ખેડૂતોએ છેતરપિંડી થયાનો લગાવ્યો આરોપ

બિયારણ વેચનાર દુકાનદારે પણ ખેડૂતોને કોઈ જવાબ ન આપ્યો. આ ઉપરાંત આગળ કંપનીમાં પણ કોઈ રજૂઆત કરી નથી. ખેડૂતોએ દુકાનદારો પાસે રજૂઆત પણ કરી, પણ કોઈ અસર ન થઈ. ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તે નંબર પણ બંધ મળ્યો. બાજરીના બિયારણની ખરીદીમાં ખેડૂતો સાથે થયેલી છેતરપિંડી અંગે તાત્કાલિક પગલાં લેવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો