VIDEO: જંબુસરના અંણખી ગામના ખેડૂતોનો ખાનગી કંપની સામે ભારે રોષ, પ્રદૂષિત પાણીથી ખેતરોને નુકસાનનો આરોપ
ભરૂચના જંબુસર તાલુકાના અંણખી ગામે સ્કોટ પૂનાવાલા કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભ

ભરૂચના જંબુસર તાલુકાના અંણખી ગામે સ્કોટ પૂનાવાલા કંપની વિરુદ્ધ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપનીના પ્રદૂષિત ગટરના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોનો તૈયાર પાક અને વાવણી નાશ પામી રહી છે.
કંપનીએ ખેડૂતો સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી
પીડિત ખેડૂતોનો આક્ષેપ છે કે, વારંવાર તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. ઉલટાનું, જ્યારે ખેડૂતોએ ન્યાય માંગવા કંપનીના ગેટ પર રજૂઆત કરી, ત્યારે કંપનીએ પોતાના વગનો ઉપયોગ કરી ખેડૂતો સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એક તરફ આર્થિક નુકસાન અને બીજી તરફ કાયદાકીય કનડગતથી ખેડૂતો લાચાર બન્યા છે. પ્રદૂષણ ફેલાવતી આ કંપની સામે તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે તે હવે મોટો પ્રશ્ન છે.








