મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પ્રાંતિજમાં સહાયની રાહ જોતાં ખેડૂતોની ધીરજ ખૂટી, ભારે હૈયે નિષ્ફળ ગયેલો પાક સળગાવ્યો

સરકારની પાક સહાયની સંવેદનશીલ જાહેરાતો વચ્ચે હજુ ખેડૂતો સુધી સરકારના કર્મચારીઓ પહોંચ

સરકારની પાક સહાયની સંવેદનશીલ જાહેરાતો વચ્ચે હજુ ખેડૂતો સુધી સરકારના કર્મચારીઓ પહોંચ્યા નથી, તો સામે પ્રાંતિજ તાલુકામાં ડાંગરના નિષ્ફળ ગયેલા પાકને ખેડૂતો ભારે હૃદયે સળગાવી રહ્યા છે.

તાત્કાલિક સહાય ચૂકવવા માંગ 

સાબરકાંઠા જિલ્લામાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની આખી સીઝનની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધુ છે. જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં ડાંગરનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે, પરંતુ કમોસમી વરસાદે ડાંગરના તૈયાર પાકનો સોથ  વાળી નાખ્યો છે. પાકને ભારે હૃદયે દીવાસળી ચાંપવાના કપરા દિવસો ખેડૂતોને માથે આવી પડ્યા છે. સરકાર તાત્કાલિક ખેડૂતોને સહાય કરે તેવી માગ બુલંદ બની છે. ડાંગર સાથે મગફળીના પાકની પણ આ જ દશા બેઠી છે. સરકાર તાત્કાલિક લાગતા વળગતા અધિકારીઓને સહાયની રકમ ખેડૂતોને આપવા સૂચન કરે તેવી માગ ધરતીપુત્રો કરી રહ્યા છે.  

આ સમાચાર શેર કરો