VIDEO: બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતો ખુશ
રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા સારા વરસાદ બાદ બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. પાણીનો પ્રવાહ આગળ વધતા

રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા સારા વરસાદ બાદ બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. પાણીનો પ્રવાહ આગળ વધતા અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ જૂનીસોત્રી સ્થિત વિશ્વેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચ્યો છે. નદીમાં નવા પાણીનું આગમન થતાં સ્થાનિક ખેડૂતો, ગ્રામજનો અને ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરના પૂજારી અને ભક્તોએ બનાસ નદીના વધામણા કરી પ્રકૃતિ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. નવા નીરના પ્રવાહથી અમીરગઢ ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે. નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આગામી ખેતી સીઝન માટે નવી આશા જાગી છે. હવે સૌની નજર દાંતીવાડા ડેમ પર છે, જે ભરાય તો ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણીનો મોટો લાભ મળી શકે છે.




