મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બનાસકાંઠાનું નડાબેટનું રણ દરિયામાં ફેરવાયું, પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું

વાવ-થરાદ તાલુકાના નડાબેટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે રણ પાણીથી છલકાઈ ગયું છે. આ

તસવીર: gstv

વાવ-થરાદ તાલુકાના નડાબેટ વિસ્તારમાં ભારે વરસાદના પગલે રણ પાણીથી છલકાઈ ગયું છે. આખો વિસ્તાર દરિયા જેવો દેખાતો હોવાથી અદ્ભુત કુદરતી નજારો જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.રણમાં પાણી ભરાતાં નડાબેટ ટુરિઝમ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. જોકે, પોલીસ વિભાગે લોકોને પાણીમાં ન ઉતરવાની કડક અપીલ કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.વરસાદના કારણે ઉભરાતા પાણીમાં અકસ્માતની શક્યતા જોતાં પોલીસે લોકોને સાવધાની રાખવા સૂચના આપી છે.

આ સમાચાર શેર કરો