VIDEO: બનાસકાંઠામાં પામોલિનનું ટેન્કર પલટ્યું..તેલ લેવા લોકો ઉમટ્યા
બનાસકાંઠા જિલ્લાના થરા-શિહોરી માર્ગ પર ડુંગરાસણ અને માનપુરા વચ્ચે પામોલિન તેલથી ભરેલું

બનાસકાંઠા જિલ્લાના થરા-શિહોરી માર્ગ પર ડુંગરાસણ અને માનપુરા વચ્ચે પામોલિન તેલથી ભરેલું એક ટેન્કર અકસ્માતગ્રસ્ત થઈને પલટી મારી ગયું હતું. ટેન્કર પલટી જવાથી હજારો લીટર પામોલિન તેલ રસ્તા પર પાણીની જેમ વહી નીકળ્યું હતું, જેના કારણે આખો માર્ગ તેલથી તરબતર થઈ ગયો હતો. આ અકસ્માતના સમાચાર ફેલાતા જ આસપાસના ગ્રામજનો ડબ્બા, બાલટી અને વાસણો લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રસ્તા પર વહી રહેલું તેલ એકત્ર કરવા માટે ભારે પડાપડી કરી હતી. રોડ પર ભીડ જમા થવાને કારણે અને તેલ ઢોળાવાથી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના પરિણામે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.




