મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજયમાં મેઘરાજાએ લીધો વિરામ, માત્ર કચ્છ અને બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બેટિંગ બાદ હવે મેઘરાજાએ ધીમે ધીમે

તસવીર: gstv

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી બેટિંગ બાદ હવે મેઘરાજાએ ધીમે ધીમે ખમૈયા કર્યા હોય તેમ લાગે છે. હવામાન વિભાગ દ્વારા  નાઉકાસ્ટ હેઠળ જાહેર કરાયેલી નવી આગાહી મુજબ, હવે રાજ્યના કોઈપણ જિલ્લામાં રેડ એલર્ટ રાખવામાં આવ્યું નથી,  માત્ર રાજ્યમાં હવે માત્ર 2 જિલ્લાઓમાં જ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ અને બનાસકાંઠાનો સમાવેશ થાય છે. આ બે જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર અને મધ્ય ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર તેમજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે.જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ગ્રીન ઝોન દર્શાવવામાં આવ્યો છે, જ્યાં ભારે વરસાદની શક્યતા નથી..

આ સમાચાર શેર કરો