VIDEO: બનાસકાંઠામાં ચાંદીપુરા વાયરસનો કહેર, ૩ વર્ષના બાળકનું મોત
બનાસકાંઠાના ઓગડ તાલુકાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસથી ફરી એક દુઃખદ ઘટના બની છે. ત્રણ વ

બનાસકાંઠાના ઓગડ તાલુકાના ચાંગા ગામે ચાંદીપુરા વાયરસથી ફરી એક દુઃખદ ઘટના બની છે. ત્રણ વર્ષીય માસૂમ બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બાળકને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તેનું નિધન થયું. આ ઘટનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય ટીમે ચાંગા ગામમાં દવા છંટકાવ, સર્વેલન્સ અને સાવચેતીના પગલાં તેજ કર્યા છે. લોકોને તાવ સહિતના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.




