મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નવસારીથી શિરડી જતી પદયાત્રિકોને નડ્યું વિઘ્ન, વાંસદા નજીક ખડકાના સર્કલ નજીક જનરેટરમાં લાગી આગ

હાલ શિયાળાની ઋતુમાં દિવાળી બાદથી પદયાત્રિકો અલગ અલગ ધામમાં દર્શન માટે જતાં હોય છે.

હાલ શિયાળાની ઋતુમાં દિવાળી બાદથી પદયાત્રિકો અલગ અલગ ધામમાં દર્શન માટે જતાં હોય છે. ત્યારે નવસારીથી શિરડી જઈ રહેલી પદયાત્રાને વિધ્ન નડ્યુંહતું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા ખડકાના સર્કલ નજીક પદયાત્રીઓ સાથે ચાલતા જનરેટરમાં આગ લાગી ગઈ હતી. આગ લાગેલી જોઈ પદયાત્રીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ જનરેટરમાં આગ લાગવાનું કારણ અકબંધ છે. સમગ્ર દુર્ઘટનાને લઈને વાંસદા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

આ પણ વાંચોઃ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપરથી યુવાને લગાવી છલાંગ, આર્થિક તંગીમાં સુરતના યુવાને પગલું ભર્યાની આશંકા

આ સમાચાર શેર કરો