યાત્રાધામ શામળાજી મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીને લઈને ઉત્સાહ, વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી
યાત્રાધામ શામળાજી મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. મંદિર પરિસર શ્રદ્ધા અને ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શામળિયાને આકર્ષક સુવર્ણ અલંકાર અને વાઘાથી ભવ્ય રીતે સજાવવામાં આવ્યા હતા..મંગળા આરતી બાદ શણગાર આરતીના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. દિવસ દરમિયાન અલગ-અલગ મનોરથની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.








