મુખ્ય સામગ્રી પર જાઓ

Video: EVENING BULLETIN /  ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ! હિન્દુઓના અપમાન અંગે ઈઝરાયલે માફી માગી, દિવાળી ટાણે મોંઘવારીનો માર

સોર્સ: gstv

 ઈટાલીના 40 શહેરોમાં ભડકી આંદોલનની આગ!

વધતી મોંઘવારી, ઊંચા ભાડાં અને ઓછા શિક્ષણ બજેટ સામે ઈટાલીના ૪૦થી વધુ શહેરોમાં ભારે આંદોલન ફાટી નીકળ્યું છે; ૨૪ કલાકની દેશવ્યાપી હડતાળ વચ્ચે લોકોએ મેલોની સરકારના લશ્કરી ખર્ચ વધારવાના નિર્ણયનો ઉગ્ર વિરોધ કર્યો છે.

હિન્દુઓના અપમાન અંગે ઈઝરાયલે માફી માગી

ગૌપૂજા અને ભારતીયો પર રબ્બી યોસી મિઝરાહીના વિવાદિત નિવેદન બાદ ઈઝરાયલ સરકારે કડક વલણ લીધું છે; રાજદૂત યાનીવ રેવાચે આ ટિપ્પણીને ઘૃણાસ્પદ ગણાવી સમગ્ર હિન્દુ સમુદાય સમક્ષ સત્તાવાર માફી માંગી છે.

ખેડૂત આત્મહત્યા પર ધારાસભ્યનું વિવાદિત નિવેદન

ખેડૂતોની આત્મહત્યા પર આપેલા બેફામ નિવેદનને પગલે શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય સંજય ગાયકવાડ સામે મહારાષ્ટ્રભરમાં ભારે રોષ ફેલાયો છે; વિવાદ વકરતાં પક્ષનું નેતૃત્વ તેમના પર કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

૨૫.૬૪ કરોડનું ડ્રગ્સ નેટવર્ક

₹૨૫.૬૪ કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે, જ્યાં પંજાબ-રાજસ્થાન સરહદેથી ડ્રોન મારફતે ડ્રગ્સ ઘુસાડી નાણાં વિદેશ મોકલાતા હતા; ગુજરાતમાં જાળ બિછાવનાર સપ્લાયરોની દિલ્હી સ્થિત મિલકતો જપ્ત કરવાની તજવીજ તેજ બની છે.

દિવાળી ટાણે મોંઘવારીનો માર

દિવાળીના તહેવારો ટાણે જ સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન ઘટતાં સિંગતેલના ભાવ ભડકે બળ્યા છે; છેલ્લા ૨૦ દિવસમાં ડબ્બે સીધો ₹૨૦૦નો વધારો થતાં ભાવ ₹૩,૧૦૦ નજીક પહોંચી ગયા છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.

આ સમાચાર શેર કરો