Khedaના કપડવંજમાં રોગચાળો ફાટી નીકળ્યો, GSTVના અહેવાલ બાદ સફાળુ જાગ્યું આરોગ્ય વિભાગ
ચોમાસાની ઋતુમાં કોલેરા, ટાઈફોઈડ અને વાયરલનો કહેર વધ્યો છે, ત્યારે ખેડાના કપડવ
ચોમાસાની ઋતુમાં કોલેરા, ટાઈફોઈડ અને વાયરલનો કહેર વધ્યો છે, ત્યારે ખેડાના કપડવંજ શહેરમાં રોગચાળો ફાચી નીકળ્યો છે. શહેરમાં કમળાના 20 જેટલા કેસો આવ્યા હતા. સાથે જ તાવ- શરદી જેવા 250 કેસો સામે આવ્યા છે, આનો અહેવાલ GSTVએ પ્રસારિત કર્યા છે. ત્યારે GSTVના અહેવાલને પગલે આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું હતું. અને પાણીના સેમ્પલો અને રિપોર્ટ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ જે વિસ્તારમાં કમલાના રોગો આવ્યા હતા તે વિસ્તારમાં નગરપાલિકા દ્વારા દવાનો છટકાવ અને તમામ વિસ્તારમાં સ્પોકિંગ કરવામાં આવી રહ્યું છે








