VIDEO: શહેરાના બોડીદ્રાખુર્દ ગામની પ્રાથમિક શાળાના આચાર્યની વિદાય સમારોહમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિજયકુમાર મનહરભાઈ
શહેરા તાલુકાના બોડીદ્રાખુર્દ ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય વિજયકુમાર મનહરભાઈ પટેલના વિદાય સમારોહ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. છેલ્લા ૧૦ વર્ષથી શાળામાં ફરજ બજાવતા આચાર્ય વિજયકુમાર પટેલની અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં બદલી થતાં શાળા પરિવાર અને ગામલોકોએ વિદાય સમારોહનું આયોજન કર્યું હતું.
વિદાય સમયે તમામની આંખોમાં આંસુ
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગામના લોકોની ભાવુક ઉપસ્થિતિએ વાતાવરણને ગમગીન બનાવ્યું. વિદાય સમયે આચાર્ય સહિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોની આંખો ભીની થઈ હતી, જે દર્શાવે છે કે આચાર્યએ પોતાની નિષ્ઠાવાન સેવાથી સૌના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું.શિક્ષકો અને ગામલોકોએ આચાર્યનું સન્માન કર્યું હતું.
ગ્રામજનોએ તેમને ઘોડા પર બેસાડીને યાદગાર વિદાય આપી
ગ્રામજનોએ તેમને ઘોડા પર બેસાડીને યાદગાર વિદાય આપી હતી.ગામના સરપંચ કમલેશભાઈએ પણ હાજરી આપી અને આચાર્ય દ્વારા શાળા અને ગામ માટે કરવામાં આવેલી ઉલ્લેખનીય કામગીરીની પ્રશંસા કરીહતી.






