Video: બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દેતા કાર નીચે કચડાઈ વૃધ્ધા, અકસ્માત બાદ ચાલક નાસી ગયો
સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી. જેમાં મંદિરની બહાર મહિલા ભિ
સુરતના વેસુ વિસ્તારમાં અકસ્માતની ગંભીર ઘટના બની હતી. જેમાં મંદિરની બહાર મહિલા ભિક્ષુકને કાર ચાલકે ઉડાવી દીધી હતી. ચાલક કારને પાર્ક કરતી વખતે બ્રેકની જગ્યાએ એક્સિલેટર દબાવી દીધું હોય તે રીતે ભીખ માંગી જીવન જીવતી 80 વર્ષીય માજીને કાર ચાલકે ચાલકે કચડી નાખી હતી. જેથી 80 વર્ષીય વૃધ્ધાનું અકસ્માતમાં ઘટના ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાના હચમચાવતા સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ કારચાલકે માનવતા પણ નેવે મુકી દીધી હોય તે રીત વૃધ્ધાને સારવાર માટે લઇ જવાને બદલે અકસ્માત કર્યા બાદ કારચાલક કાર મૂકી ભાગી ગયો હતો. ઘટના અંગે વેસુ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ભારત સરકાર બાંગ્લાદેશ મુદ્દે ક્યારે લાલ આંખ કરે છે તેની રાહ જોઈએ છીએ- પ્રવિણ તોગડિયા




