VIDEO: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વ્યારામાં સાડા આઠ ઈંચ તો સોનગઢમાં 6.25 ઈંચ વરસાદ
ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત
ગુજરાતમાં ચોમાસું વિદાય લે તે પહેલાં કેટલાક વિસ્તારોમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 212 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. સોનગઢમાં 6.25 ઈંચ, જૂનાગઢના વિસાવદરમાં 6 ઇંચ અને ભાવનગરના ઘોઘામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો છે.
બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ
છેલ્લી ચોવીસ કલાકમાં બોટાદ તાલુકામાં 30 એમએમ ગઢડા તાલુકામાં 40 એમએમ, બરવાળા તાલુકામાં 39 એમએમ, જ્યારે રાણપુર તાલુકામાં વરસાદ પડ્યો છે.બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે પણ હળવો તો ક્યાંક ભારે વરસાદ ખાબક્યો હતો.સૌની યોજના અંતર્ગત લીંબાળી ડેમ ભરવામાં આવ્યો હતો જ્યારે આ વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે, તેમના બે દરવાજા ખોલી નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડામાં ત્રણ ઈંચ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી.જિલ્લામાં ચુડામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો, લીંબડી અને ચોટીલામાં 2 ઈંચ વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. થાન, વઢવાણ, લખતર, પાટડી અને ધાંગધ્રામાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોના બચેલા પાકોનો સોથ વળી ગયો. ખેડૂતોએ વાવેલા કપાસ, તલ, મગફળી જેવા પાકો સુકાવા લાગ્યા.
તાપીના વ્યારામાં ધોધમાર વરસાદ
તાપીના વ્યારા શહેરમાં ગત રાત્રિ દરમ્યાન પડેલા ધોધમાર વરસાદે રોડ રસ્તા પાણી પાણી કર્યા હતા.વ્યારા શહેરના મિશન નાકા નજીક ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયા હતા. વ્યારામાં સવા આઠ ઈંચ વરસાદે સ્થિતિ ગંભીર કરી હતી.
128 તાલુકામાં 40 ઈંચથી વઘુ, 105 તાલુકામાં 20થી 40 ઈંચ, 18 તાલુકમાં 10થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133.54 ટકા, સૌરાષ્ટ્રમાં 131.59 ટકા, પૂર્વ મઘ્ય ગુજરાતમાં 126.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં 109.04 ટકા વરસાદ વરસ્યો છે.








