મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, રત્નકલાકારો બહાર ભાગવા લાગ્યાં

અમરેલીમાં રવિવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ હયો છે. જોકે, રાહતની વાત એ છે કે, કો

અમરેલીમાં રવિવારે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેના પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાઈ હયો છે. જોકે, રાહતની વાત એ છે કે, કોઈ જાનહાનિ થયાના અહેવાલ સામે આવ્યા નથી.

અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેમાં અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. 

ખાંભાના તાતણીયા ગામે ભૂકંપનો આચકો આવતા લોકો ઘરની બહાર ભાગ્યા હતા. તાતણીયા ગામે હીરાના કારખાનામાં ભૂકંપના આંચકાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ભૂકંપનો આંચકો આવ્યા બાદ હીરાના કારખાનેદારો બહાર ભાગતા નજરે પડી રહ્યા છે.

જાનહાનિ કે નુકસાની થઈ નથી: સિસ્મોલોજિસ્ટ

સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી.  હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.

આ સમાચાર શેર કરો