સુરતમાં ફરી ઝડપાયો નકલીનો વેપલો, બ્રાન્ડેડ કંપનીના લિક્વિડ બનાવતી ડુપ્લીકેટ ફેક્ટરી પકડાઈ
સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું

સુરતમાં છાસવારે ડુપ્લીકેટ ઘી, તેલ, કપડા, ઘડિયાળ સહિતના સામાન ડુપ્લીકેટ બનતા હોવાનું પકડાઈ ચૂક્યું છે. ત્યારે આ વખતે એક ડુપ્લીકેટ લિક્વિડ બનાવતી ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બ્રાન્ડેડ કંપનીના સાબુ, લિક્વિડ સહિતની વસ્તુઓ બનતી હોવાનું સામે આવ્યો હતો.
નકલી ચીજોનું ઉત્પાદન થતું
મળતી વિગતો મુજબ બ્રાન્ડેડ કંપનીના સાબુ, હારપીક સહિતની વસ્તુઓ ડુપ્લીકેટ રીતે બનતી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખીને છાપો મારવામાં આવ્યો હતો. જેમાં નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોવાનું પ્રકાશમાં આવ્યો હતો.
રો મટીરીયલ મળ્યું
પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં નકલી ચીજ વસ્તુ બનાવવા માટે વપરાતું રો મટીરીયલ પણ મોટી માત્રામાં મળી આવ્યું હતું. સાથે જ કેન અને વેચાણ કરવા માટેના ખોખા પણ મળી આવ્યા હતા. પતરાના શેડમાં આ ફેક્ટરી ચાલતી હતી. હાલ તમામ વસ્તુઓ સીઝ કરી દેવામાં આવી છે.








