મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભારે વરસાદથી ઘેડ પંથકના ગામો ફેરવાયા બેટમાં, વીજળી ગુલ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં તો બારેમેઘ ખાંગા થયા છે. જુનાગઢ પ

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં તો બારેમેઘ ખાંગા થયા છે. જુનાગઢ પંથકમાં મેઘો અનરાધાર વરસી રહ્યો છે.  જુનાગઢ માળીયાહાટીનામાં સાંજે 6 થી 9 વાગ્યા સુધીમાં કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો.જ્યારે માંગરોળ પંથક ભારે વરસાદને કારણે જળબંબાકાર થયો હતો.

માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા

ઓઝત નદીના પાળો તુટતા માંગરોળ ઘેડ પંથકના ગામો બેટમા ફેરવાયા ઘેડ પંથકના ગામોમાં વીજળી ગુલ થઈ હતી. ઘણા ગામો સંપર્ક વિહોળા બન્યા છે. માંગરોળ કામનાથ મહાદેવ નજીક નોળી નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. આ પૂર્વે પણ ઘેડ પથંકમાં ભારે વરસાદને કારણે સ્થિતિ ગંભીર બની હતી.

ભારે વરસાદને લઈને સ્ટેશન પ્લોટ વિસ્તાર, પુનાપરા,  માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ, લલ્લુ કોલોની, તેમજ રેલ્વે સ્ટેશનથી ગામ તરફ જતા રસ્તા માં પાણી ના દ્રશ્યો સામે આવ્યા તેમજ વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા

આ સમાચાર શેર કરો