Bharuch: દૂધધારા ડેરીનું રાજકારણ ગરમાયું: ભાજપના દિગ્ગજો આમને-સામને
ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના અંતિમ દિવસે બન્ને પેનલના ઉમેદવારોના ફ
ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના અંતિમ દિવસે બન્ને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. જોકે, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વિના પણ તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લાની સહકારી ક્ષેત્રની મહત્ત્વપૂર્ણ સંસ્થા દૂધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપના જ બે મોટા નેતાઓ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે જારી કરેલા મેન્ડેટમાં 17 વર્ષથી દુધધારા ડેરીનું સુકાન સંભાળતા ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને મેન્ડેટ અપાયું હતું જ્યારે વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલના 3 ઉમેદવારોને ભાજપે મેન્ડેટ આપ્યું હતું જેમાં ઉમલ્લા માટે પ્રકાશ દેસાઈ, વાગરા, આમોદ અને ભરૂચ મંડળમાં સંજયસિંહ રાજ તો મહિલા અનામત બેઠકમાં શાંતાબેન પટેલનો સમાવેશ થયો હતો. ઉમેદવારી પત્રોની ચકાસણી ના અંતે જેમાં બન્ને પેનલના તમામ ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા.
વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વગર તેમના ઉમેદવારો ચૂંટણી લડશે એવી જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે.અરૂણસિંહ રણાએ જણાવ્યું હતું કે તેઓની પેનલના તમામ 15 ઉમેદવારો પૂર્ણતહ ભાજપને સમર્પિત અને ભાજપના સૈનિક છે. તેઓ પૂર્ણ નૈતિકતાના આધારે ચૂંટણી લડશે અને મતદારોના નિર્ણયને સન્માનભેર સ્વીકારશે....
ભાજપના મેન્ડેટ વિના ચૂંટણી લડાડવાની જાહેરાત
આ દરમિયાન, અરૂણસિંહ રણાએ ભાજપના મેન્ડેટ વિના પણ તેમની પેનલના 15 ઉમેદવારોને ચૂંટણી લડાડવાની જાહેરાત કરી, જેનાથી રાજકીય ઉત્તેજના વધી છે. રણાએ કહ્યું કે તેમના ઉમેદવારો ભાજપના સૈનિકો છે અને નૈતિકતા સાથે ચૂંટણી લડશે, જ્યારે મતદારોનો નિર્ણય સન્માનપૂર્વક સ્વીકારશે.
અરૂણસિંહ રણાની પેનલના ઉમેદવાર પ્રકાશ દેસાઈએ જણાવ્યું કે સાંસદ મનસુખ વસાવાના પત્રમાં તેમને બે હોદ્દાઓ માટે ટકોર કરવામાં આવી છે, જે તેમણે સ્વીકારી છે. જો તેઓ ડેરીમાં જીતે, તો તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપશે.
આ ઉપરાંત, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ અપક્ષ તરીકે પોતાની પેનલ ઉતારીને ચૂંટણીને વધુ જટિલ બનાવી છે. ભાજપનું આંતરિક રાજકારણ આ સહકારી ચૂંટણી પહેલા ગરમાયું છે, જેના પરિણામો હવે મતદારોના હાથમાં છે. આગામી દિવસોમાં આ રાજકીય રમત ક્યાં જશે, તે જોવું રહેલું છે.








