Video: ભાયાવદરમાં નશામાં ધૂત થાર ચાલકે 4 જેટલા વાહનોને અડફેટે લીધા, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી નબીરાને અટકાવ્યો
રાજકોટના ભાયાવદરમાં નશાની હાલતમાં નબીરો બેફામ બન્યો હતો. જામનગરનો રહેવાસી કાર ચાલ

રાજકોટના ભાયાવદરમાં નશાની હાલતમાં નબીરો બેફામ બન્યો હતો. જામનગરનો રહેવાસી કાર ચાલક શેઠ વડાળા તરફથી નશાની હાલતમાં કાર ચલાવી ચારથી પાંચ ગાડીઓ સાથે અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.જેને લઈ શેઠ વડાળા ગ્રામ્ય પોલીસે તેનો પીછો કર્યો હતો. શેઠ વડાળા પોલીસે ભાયાવદર પોલીસને જાણ કરતાં પીઆઈ પરમાર સહિતનો પોલીસ કાફલો સરદાર ચોક ખાતે કાર પકડવા માટે નાકાબંધીમાં તૈનાત થયો હતો.
ચાલક ભાયાવદર પહોંચતા પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે ૧૧૨ નંબરની ગાડી વચ્ચે નાખી હતી. ચાલક નશામાં હોવાના કારણે ગાડી રોકતો ન હોઈ પોલીસે રિવોલ્વર કાઢી ચેતવણી આપી ગાડી ઉભી રાખવાનો પ્રયાસ કર્યો હતો. અંતે પોલીસે ચાલકને પકડી પાડ્યો હતો. જેને લઈ સ્થાનિક લોકોએ બહાર કાઢી તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં શેઠ વડાળા પોલીસ કારચાલકની અટકાયત કરી શેઠ વડાળા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
આ ઘટનાને પગલે ભાયાવદરમાં થોડીવાર માટે વાતાવરણ તંગ બન્યું હતું. જામનગરથી શેઠ વડાળા સુધી થાર ચાલકે પાંચથી છ ગાડીઓ સાથે અકસ્માત સર્જ્યા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. કારચાલક જામનગરના રહેવાસી અને મહેન્દ્ર સિંહ જાડેજા નામનો વ્યક્તિ હોવાની પ્રાથમિક માહિતી છે.












