Video: રાજ્યમાં પીવાનું પાણી અપાતું નથી પણ દારૂની રેલમછેલ થાય છે, ડાંગમાં કોંગી પ્રમુખના સરકાર પર ચાબખા
ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. નશામુક્

ગુજરાતમાં ડ્રગ્સ મુદ્દે કોંગ્રેસના અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કર્યા છે. નશામુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જન આક્રોશ યાત્રા દરમિયાન પ્રદેશ કોંગી પ્રમુખે જણાવ્યું કે રાજ્યમાં દારૂ પ્રતિબંધ હોવા છતાં દરેક ગામમાં દારૂ ઉપલબ્ધ છે. પીવાનું પાણી મળતું નથી, પરંતુ દારૂ અને ડ્રગ્સ મળી રહ્યું છે. ચરસ, ગાંજો અને અન્ય નશીલા પદાર્થથી યુવા પેઢી બરબાદ થઈ રહી છે. પાર્લામેન્ટમાં આવેલા આંકડા મુજબ છેલ્લા છ વર્ષમાં ગુજરાતમાંથી 1 લાખ 30 હજાર કિલો ડ્રગ્સ પકડાયું છે. રાજ્ય હવે ડ્રગ્સનું લેન્ડિંગ, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ હબ બની ગયું છે. અમિત ચાવડાએ ભાજપના હપ્તાખોરી અને તંત્રની નિષ્ક્રિયતાને કારણે પરિવારો ચિંતિત હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો.








