મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: શાહિબાગની ગિરધરનગર સોસાયટીમાં પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને સ્થાનિકો ગરબે ઘૂમ્યા

નવરાત્રિ એટલે માં જગદંબાની ઉપાસના અને ત્યારબાદ માતાજીના ગરબા ગવાતા હોય છે, ત્યારે અમદાવાદના શા

નવરાત્રિ એટલે માં જગદંબાની ઉપાસના અને ત્યારબાદ માતાજીના ગરબા ગવાતા હોય છે, ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારની ગિરધરનગર સોસાયટીના રહીશો ખુબજ ઉત્સાહ, ઉમંગ અને ભક્તિ સાથે નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.દરેક બાળકો તેમજ વડીલો ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને ગરબે ઘૂમ્યા હતા.

સર્વ પ્રથમ સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.સોસાયટીના રહીશો દ્વારા સતત ૧૦ વર્ષથી ગરબાનું આયોજન કરવામાં આવે છે. 

માતાજીના ગરબામાં જોડાયા

ભોજનનું આયોજન પણ કરવામાં આવે છે. અહીં બાળકો અને વડીલો દ્વારા ભાવપૂર્વક આરતી ઉતારી હતી. ત્યારબાદ તમામ લોકો હર્ષો ઉલ્લાસ સાથે માતાજીના ગરબામાં જોડાયા હતા.

આ સમાચાર શેર કરો