Video: વડાલી પાલિકા દ્વારા દૂષિત પાણીનું વિતરણ, રોગચાળો ફાટી નીકળતાં સ્થાનિકોમાં રોષ
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા કેટલા
સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરી વિસ્તારોમાં દુર્ગંધયુક્ત અને દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકોએ આ બાબતે સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે શહેરમાં કમળો, ઝાડા-ઉલટી અને કોલેરા જેવા પાણીજન્ય રોગો ફાટી નીકળ્યા છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં ભારે રોષ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પીવાની પાણીની પાઈપ લાઈનમાં ગટરનું પાણી ભળી રહ્યું હોવા છતાં તંત્ર તેને સુધારવામાં નિષ્ફળ નીવડ્યું છે.







