મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઊંઝામાં ઉમિયા માતા મંદિરના ધજા મહોત્સવનો આજથી પ્રારંભ, 1868 બહેનો જવેરા યાત્રામાં જોડાશે

ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર પર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો પ્રારંભ

ઊંઝા ખાતે ઉમિયા માતાજીના દિવ્ય અલૌકિક મંદિર પર ભાદરવા સુદ નોમથી ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બુધવાર સવારે મુખ્યમંત્રી ધજા મહોત્સવનો પ્રારંભ કરાવશે. ઉમિયાબાગ ખાતે ઉછામણીના દાતાઓનો સન્માન સમારંભ યોજાશે. 

ઉમાબાગથી 1868 બહેનોની વિશાળ ઝવેરા યાત્રા નિકળશે, અને માતાજીના મંદિરે પહોંચશે. આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ધજા મહોત્સવને ખુલ્લો મુકવામાં આવશે. સાત દિવસ દરમિયાન સામાજિક, રાજકીય, અનેક નેતાઓ, આગેવાનો, સમાજ શ્રેષ્ઠિઓ અને લાખોની સંખ્યામાં ઉમિયાના ભક્તો ઊંઝા ખાતે ઉમટી પડશે.

વિજયધ્વજ, મુખ્ય શિખ ધજા, શિખરના ચાર દિશાની ચાર ધજા ચઢાવાશે

મા કુળદેવી ઉમિયા માતાજીના મંદિર પર વિજયધ્વજ, મુખ્ય શિખ ધજા, શિખરના ચાર દિશાની ચાર ધજા તથા રંગમંડપની ચાર ધજાઓ ચઢાવીને ધજા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. મહોત્સવનો દરમ્યાવ સાત દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ મા કુળદેવી અંખડ સ્વરૂપા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્યતા અનુભવશે. 

નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે  ધજા મહોત્સવ

મંદિરની સ્થાપના વર્ષ 1868માં થઈ હોવાથી 1868 ધજા ઉપરાંત 11,111 ધજા ચઢાવવામાં આવશે. ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શ્રદ્ધાળુઓને નાસ્તો, પાણી, ચા ઉપરાંત ભોજન પ્રસાદની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવી છે. માં ઉમિયાના ઐતિહાસિક નિજ મંદિરના 1868 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ધજા મહોત્સવ યોજાઇ રહ્યો છે

આ સમાચાર શેર કરો