મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઈડરિયા ગઢ પર રૂખી રાણીના માળિયા ખાતે યુવાઓનો જોખમી સ્ટંટ, તંત્રના આંખ આડા કાન 

સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયા ગઢ પર રૂખી રાણીના માળિયા ખાતે પર્યટકો અને યુવાનો સેલ્ફી અ

સાબરકાંઠા જિલ્લાના ઐતિહાસિક ઈડરિયા ગઢ પર રૂખી રાણીના માળિયા ખાતે પર્યટકો અને યુવાનો સેલ્ફી અને રીલ્સ બનાવવાની ઘેલછામાં જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ જર્જરિત માળિયાની ટોચ પર જોખમી સ્ટંટ કરીને ફોટોગ્રાફી અને વીડિયો બનાવવાના કારણે સ્થાનિકો અને ઈડરિયા ગઢ બચાવો સમિતિમાં રોષ ફેલાયો છે. 

ઈડરિયા ગઢની ટોચે આવેલું રૂખી રાણીનું માળિયું પ્રખ્યાત છે. રૂખી રાણીના માળિયા નજીક ડુંગરની ટોચ પર આવેલા પોલીસ વાયરલેસ પોઈન્ટ છતાં, પર્યટકો અને યુવાનો જર્જરિત માળિયા પર ચડીને જોખમી સ્ટંટ કરે છે. પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા આવા લોકોને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવાયા નથી....ઐતિહાસિક સ્થળોને નુકસાન ઉપરાંત, આવા સ્ટંટથી સ્થાનિકો અને પર્યટકોની સુરક્ષા જોખમમાં છે.

આ સમાચાર શેર કરો